મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તૂટતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હતા. બ્રિજના દોરડા અને અન્ય મટિરિયલ બદલાયું નથી. આ ઉપરાંત જે કેબલ તુટ્યો તે નબળો હોવાનું સામે આવ્યું છે તેમજ કેબલમાં કાટ લાગેલો હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું. FSLનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.