અમદાવાદમાં નકલી પાસપોર્ટના આધારે પોર્ટુગલ જતો વ્યક્તિ ઝડપાયો

2022-11-02 267

અમદાવાદમાં ફરી એક વખત નકલી પાસપોર્ટ સાથે મુસાફર ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથા એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે નકલી પાસપોર્ટના આધારે પોર્ટુગલ જતા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ શખ્સે ડૂપ્લિકેટ ડોક્યુમન્ટના આધારે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. જેમાં નકલી પાસપોર્ટ બનાવનાર એજન્ટનું નામ પણ ખુલ્યું છે. આ અંગે એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને જાણ કરતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.