મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી પડતા મહિલા અને બાળકને RPFના બે જવાનોએ બચાવી

2022-11-02 395

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક વાર ફરી RPFના બે જવાનોએ ચાલુ ટ્રેનમાં ભીડને કારણે ધક્કો લાગવાથી પડેલી મહિલા અને તેના માસુમ બાળકને દીલધડક રીતે બચાવ્યા છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને RPFના બે જાંબાજ જવાનોની ભરપેટ પ્રશંસા થઇ રહી છે. જેમણે જીવના જોખમે પોતાની પરવાહ કર્યા વગર અને સમય સુચકતા વાપરીને બે જીંદગીઓને બચાવી લીધી.

Videos similaires