ભીડ એટલે મોતનો કુવો, 1 મહિનામાં 3 મોટી દુર્ઘટનાએ લીધો 400થી વધુનો ભોગ

2022-11-02 320

ઓક્ટોબર મહિનામાં ભારત સહિત એશિયાના ત્રણ દેશો ભયાનક દુર્ઘટનાના સાક્ષી બન્યા, જેણે સમગ્ર વિશ્વને શોકના દરિયામાં ડુબાડી દીધું. આ ત્રણ દર્દનાક અકસ્માતોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવું એટલે મોતના મુખમાં જવું. ભારત, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં ભીડને કારણે સેંકડો લોકો પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર વિશ્વમાં હોબાળો થયો હતો.