બંગાળની ખાડીમાં ઊભા થયેલા ચક્રવાતના કારણે તામિલનાડુ અને આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ ચેન્નાઇ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચેન્નાઇમાં મંગળવારે બપોર સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો પરિણામે શહેરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાછલા 72 વર્ષમાં ત્રીજીવાર ચેન્નાઇમાં આવો જોરદાર વરસાદ વરસ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ હતી. હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખતાં નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઇ અને તિરુવરુર જિલ્લામાં પણ મંગળવારે શાળા-કોલેજોને બંધ કરી દેવાયાં હતાં. ચેન્નાઇમાં હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલાં છે. સ્કાઇમેટ અનુસાર દક્ષિણ પિૃમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલાં શ્રાીલંકાના તટ પર ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. ત્યારે એક ટ્રફ રેખા ઉપર ચક્રવાતી હવાઓના રૂપમાં તામિલનાડુ અને કેરળ થઇને દક્ષિણ પૂર્વ અરબ સાગર સુધી ફેલાયેલી છે.