શોભાયાત્રા વખતે મંદિરનો રથ શ્રદ્ધાળુઓ પર પડ્યો

2022-11-01 350

આજે કર્ણાટકમાં મોટી દુર્ઘટના ટળી હતી. અહીંના ચામરાજનગર જિલ્લામાં મંગળવારે સવારે કાર્તિક માસની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ ઉજવણીમાં શ્રી વીરભદ્રેશ્વર મંદિરનો રથ લઈ શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક રથ પલટીને શ્રદ્ધાળુઓ પર પડ્યો હતો. જોકે સદનસીબે કોઈને જાણહાનિ થઈ ન હતી. આ ઘટના ચન્નપ્પનપુરા ગામની છે. અહીં શ્રદ્ધાળુઓ વીરભદ્રેશ્વર મંદિરના રથને લઈને શોભાયાત્રા નિકાળી કાર્તિક માસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક મંદિર પરિસરમાં રથનો ભાગ શ્રદ્ધાળુઓની ભીડ પર પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા હાશકારો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.