માનગઢ ધામ પહોંચ્યા PM મોદી, શહીદ આદિવાસીઓની ઉતારી આરતી

2022-11-01 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'માનગઢ ધામની ગૌરવ ગાથા'માં સામેલ થવા રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચ્યા છે. તેમણે માનગઢ ધામ ખાતે ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. ધુની પહોંચ્યા બાદ પૂજા કરી આરતી કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન અહીં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. આ કાર્યક્રમ આદિવાસીઓના મુખ્ય યાત્રાધામ માનગઢ ધામમાં યોજાયો છે.