પ્રિયંકા ચોપડા દીકરી વગર ત્રણ વર્ષ બાદ આવી મુંબઇ, શેર કર્યા વીડિયો

2022-11-01 1

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગભગ 3 વર્ષ બાદ ભારત પરત ફરી છે. જ્યારે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને કેમેરામાં કેદ કરવા માટે પાપારાઝી વચ્ચે હોડ જામી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, પરંતુ કેટલાક ફેન્સ પૂછી રહ્યા છે કે તેમની પુત્રી માલતી ક્યાં છે? કારણ કે પ્રિયંકા સાથે તેમની દીકરી દેખાતી ન હતી. પ્રિયંકાએ મુંબઈ પહોંચ્યા બાદ ઘણી પોસ્ટ પણ શેર કરી છે. આ દ્વારા તેણીએ બતાવ્યું છે કે તે તેના દેશમાં પાછા ફર્યા પછી શું કરે છે!

પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ પર પહોંચી કે તરત જ તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તેણીએ જાણતા લોકોને ગળે લગાવ્યા અને પછી પાપારાઝીને હેલો કર્યું. તે ફુલ ડેનિમ વેરમાં જોવા મળી હતી.