મોરબીમાં ગોઝારી ઘટનાને પગલે પિડીત પરિવારોની મુલાકાતે કોંગ્રેસના અગ્રણી

2022-10-31 164

ગઈકાલે મોરબી શહેર ખાતે ઝૂલતો પુલ તુટતાં ગમખ્વાર અને દર્દનાક ઘટના બની હતી. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં કેટલાય પરિવારોએ પોતાના લાડકવાયા અને સ્વજનો ખોયા છે. આ ઘટનામાં શોકાતુર પરીવારજનોને સાંત્વના આપવા મોરબી સિવિલ ખાતે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા. મોઢવાડિયાએ દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવાર સાથે વાત કરી સાંત્વના પાઠવી હતી.