મોરબીમાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનાએ મોરબીને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે વહેલી સવારથી લોકોના સ્વજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિની તૈયારી માટે સામાજિક કાર્યકરો કામે લાગ્યા છે. મોરબીના તમામ સ્મશાન હાઉસ ફુલ થઈ ગયા છે.