મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતાં 143 લોકોના મોત થયા છે. આ ઘટનાથી મોરબી શોકમય બન્યું છે. આ ઘટનાએ લોકોને હચમચાવી મુક્યા છે. આ ઘટનાને પગલે મોરબી શહેરમાં વેપારીઓએ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું છે. જેના કારણે આજ સવારથી જ મોરબીની મુખ્ય બજાર બંધ રહી.