મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 25થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુપણ અનેક લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાય ગઇ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોરબી હોનારતમાં 141 લોકોના કરૂણ મોત થયા છે. આ ખુબ જ દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે. હજુ બે લોકો મિસિંગ છે. હવે થોડા કલાકોમાં બચાવ કામગીરી પૂર્ણ કરીશું