ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિરમપુરમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ 8 નવેમ્બરે ઘોષણા પત્ર જાહેર કરશે. રાજસ્થાનમાં 1.10 લાખ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર બનતાં જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપનું મોડલ શોષણનું મોડલ છે.