માનસિકતામાં બદલાવથી વિકાસ થયો છે:PM

2022-10-30 475

વડાપ્રધાન આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં PM મોદી વડોદરા પહોંચ્યા છે. તેમાં PM મોદીના હસ્તે એરક્રાફ્ટના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તથા
લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદીએ સંબોધન કર્યું છે.

માનસિકતામાં બદલાવથી વિકાસ થયો છે:PM

ઉલ્લેખનીય છે કે વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો છે. જેમાં PM મોદીએ લોકોનું અભિવાદન ઝિલ્યું છે. તથા લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદીએ સંબોધન કર્યું છે. તેમાં

વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત સતત આત્મનિર્ભર બની રહ્યું છે. ભારતે દુનિયાને કોરોનાની રસી આપી છે. ભારતમાં બનેલા યંત્ર દુનિયામાં છવાયેલા છે. આજે ભારતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો

બનાવવામાં મહારત હાંસલ કરી છે. સુરક્ષાના સાધનોમાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાતમાં તો દિવાળી દેવદિવાળી સુધી ચાલે છે. તથા ટ્રોન્સપોર્ટ - એરક્રાફ્ટ સેનાને તાકાત

આપશે.