ભાજપ નેતા જય નારાયણ વ્યાસે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મે સિદ્વપુર બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી છે. મારૂ ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યું છે. તથા
મારા સમર્થકો મારી સાથે છે. હું સિદ્વપુર બેઠક પરથી ટિકિટ મેળવવા દાવેદાર છુ. પ્રથમ ત્રણ દાવેદારોની પેનલ બને તેમાં મારૂ નામ હશે. સિદ્વપુર સિવાય કોઇ બેઠક પરથી હું ચૂંટણી નહી
લડુ. તેમજ પાર્ટી ટિકિટ ન આપે તો બીજી વાત વિચારી શકાય. ગડકરીજીએ કહ્યું છે દરેક માણસ પોતાની રીતે વિચારી શકે છે. હાલ હું ટિકિન ન મળવા બાબતે કંઇ વિચારી રહ્યો નથી.