ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ફરી એકવાર મોટી છલાંગ લગાવી છે. અદાણી 131.3 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે જેફ બેઝોસને પાછળ છોડીને ત્રીજા નંબર પર પ્રભુત્વ જમાવ્યું હતું, જે અગાઉ આ સ્થાને હતા.
અદાણી-બેઝોસની સંપત્તિમાં તફાવત
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ વધીને 131.3 અબજ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને ટોપ-10 ધનિકોની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે. અદાણીની સરખામણીમાં બેઝોસની નેટવર્થ 126.9 અબજ ડોલર છે. બંનેની સંપત્તિમાં તફાવત વિશે વાત કરીએ તો ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જેફ બેઝોસ કરતાં 4.4 અબજ ડોલર વધુ ધનિક છે.