ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ભરતસિંહ સોલંકી, ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય સી જે ચાવડા, તેમજ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની પરિવર્તન યાત્રા સરદાર પટેલની જયંતિ અને ઈન્દિરા ગાંધીના નિર્વાણ દિને પરિવર્તન સંકલ્પ શરૂ થશે. પરિવર્તન યાત્રા ગુજરાત વિધાનસભાની 182 સીટને આવરી લેવામાં આવશે. તેમજ વિવિધ મુદ્દાઓ સાથે પરિવર્તન સંકલ્પ યાત્રા થશે.