ઐતિહાસિક જીત પર પૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર 'પાગલ', કોમેન્ટ્રી બોકસમાંથી બૂમો પાડી

2022-10-29 1,156

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની જીતની ચર્ચા હજુ થોભી રહી નથી. વાસ્તવમાં ઝિમ્બાબ્વેની આ જીત એવી છે કે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ઝિમ્બાબ્વેની આ જીતથી વિશ્વ ક્રિકેટને આશ્ચર્ય થયું છે. આપને જણાવી દઈએ કે એક તરફ છેલ્લા બોલ સુધી ચાલેલી ખૂબ જ રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેના ક્રિકેટર્સ તેની ઉજવણી કરતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા તો બીજી તરફ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર પોમી મ્બાંગવા જેણે આ મેચમાં કોમેન્ટ્રી કરી હતી. કોમેન્ટ્રીમાં તેમણે તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

વાસ્તવમાં ICCએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પોમી મ્બાન્ગ્વા ઝિમ્બાબ્વેની ઐતિહાસિક જીત દરમિયાન કોમેન્ટ્રી કરતા જોવા મળે છે. તેમની કોમેન્ટ્રી જોઈને અને સાંભળીને સમજી શકાય છે કે તેઓ વર્ષોથી પોતાના દેશની આવી ઐતિહાસિક જીતની રાહ જોઈ રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બેટસમેન રન આઉટ થતા જ ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર પોમી મ્બાંગવા કોમેન્ટ્રી દરમિયાન જ બૂમો પાડવા લાગે છે અને કહે છે, 'વિશ્વાસ નથી આવતો કે તેમની ટીમ આ મેચ જીતી ગઈ છે.'

Free Traffic Exchange