ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે. તે પહેલાં દરેક પક્ષ-વિપક્ષ બરાબર ચૂંટણીના રણમાં જીતવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના ઉમેદવારોની પસંદગી કરાશે.
સંભવિત 2 થી 5 નવેમ્બરની વચ્ચે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. ત્રણ થી ચાર દિવસની હશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક. નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિધાનસભા ઉમેદવારોના નામો પર પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા થશે.