ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કયારે મતદાન અને પરિણામ આવશે તેની તારીખો જાહેર થવાની કાગડોળે રાહ જોવાય રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બે તબક્કામાં મતદાન અને ચૂંટણી પરિણામો હિમાચલ પ્રદેશની સાથે જ આવી જાય તેવી અટકળો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઑક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનાર પરેડમાં ભાગ લેશે. તેની સાથે જ તેઓ જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમને જોતા રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે.