કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડયા

2022-10-29 647

કચ્છમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કચ્છના ભચાઉમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ભચાઉમાં સવારે બધા પોતપોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ ધરીત ધ્રૂજતા લોકો ગભરાઈને ઘરોની બહાર ભાગવા લાગ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 19 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.2 હતી. તેથી ભચાઉમાં કોઈ જાનહાની કે પાયમાલનું નુકસાન થયું નથી.

Videos similaires