વર્તમાન સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક, ચૂ્ંટણીલક્ષી મોટી જાહેરાતની સંભાવના

2022-10-29 872

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ ની બેઠક બપોરે 2.30 વાગે યોજાશે. શનિવારે સરકારની અંતિમ બેઠક મળશે. અંતિમ કેબિનેટ બેઠકમાં સરકાર મહત્વના નિર્ણયો લઇ શકે છે. અંતિમ કેબિનેટમાં પ્રજાલક્ષી નિર્ણયો સરકાર લઇ શકે છે તેવી ચર્ચા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર મહત્વના નિર્ણય કરી શકે છે. ખેડૂતો માટે સરકાર પેકેજની જાહેરાત કરી શકે છે. તદઉપરાંત ચૂંટણી લક્ષી રાજકીય બાબતો પર પણ ચર્ચા થશે.

ગુજરાતમાં ચૂંટણી માથે છે અને તમામ પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે બસ મતદાનની તારીખોની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે.