ગાંધીનગરમાં દક્ષિણ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગાંધીનગર દક્ષિણ માટે હાલ ભાજપના 45 જેટલા ઉમેદવાર પોતાનો બાયો ડેટા રજૂ કર્યો હતો. જેમાં દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ મુકવામાં આવતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ આયાતી ઉમેદવાર નહી મૂકવા તેમજ સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે. કાર્યકરોએ આયાતી ઉમેદવાર આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.