ધારાસભ્ય અરવિંદ રાણા બીજી ટર્મ માટે કરશે દાવેદારી

2022-10-28 105

ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાનો આજે બીજો દિવસ છે. ત્યારે સુરતમાં નિરીક્ષકો બીજા દિવસની સેન્સ પ્રક્રિયા શરૂ કરાશે. આજે સુરતની બાકી ચાર બેઠક માટે ઉમેદવારોના સેન્સ લેવાશે. આજે સુરત પશ્ચિમ અને સુરત પૂર્વના ઉમેદવારો દાવેદારી કરવાના છે ત્યારે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા બીજી ટર્મ માટે દાવેદારી કરશે. જેને લઈ તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પ્રજાલક્ષી કામગીરી કરી છે તેથી પાર્ટી મને ટિકિટ આપે તેવી આશા છે. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી સિસ્ટમના આધારે જે ઉમેદવાર નક્કી કરશે જે માન્ય રહેશે.

Videos similaires