સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે થોડા દિવસ નાના બાળકો અને વડીલોને માસ્ક પહેરવા અપીલ કરી છે. એક તરફ દિવાળીના પર્વની ઉજવણી તો બીજી તરફ બેવડી ઋતુનો વર્તારો ચાલી રહ્યો છે. ત્યારે ફાટકડાનો ધુમાડો નાના બાળકો અને વૃદ્ધો માટે ખતરારૂપ સાબિત થયો છે. ત્યારે થોડા દિવસ ઘરની બહાર નીકળતાં ઋતુગત બીમારીઓથી બચવા તબીબે માસ્ક પહેરવા અપીલ કરી છે. શરદી, ખાંસી સહિત ઋતુગત બીમારીઓના કારણે સિવિલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે.