સાબરકાંઠામાં ચૂંટણી પહેલા પત્રિકા વોર શરૂ થઈ ગયો છે. હિંમતનગરના MLA વિરુદ્ધ પત્રિકા વોર શરૂ થયો છે. રાજેન્દ્રસિંહ ચાવડાના નામના ઉલ્લેખ વિના ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રાજેન્દ્રસિંહ થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા. રાજેન્દ્રસિંહ સામે ભાજપમાં જોડાયા તે પહેલાના કામોને પોતાના ગણાવ્યાના આક્ષેપ કરાયા છે. રાજેન્દ્રસિંહ પર લોકોની ભાવના સાથે રમત રમવાનો પણ આક્ષેપ છે.