વડોદરામાં ભાજપે ઉમેદવારોની શોધ પ્રક્રિયા શરૂ કરી

2022-10-27 45

ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરા શહેરની પાંચ બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ધામા નાખ્યા છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો ઉમેદવારોના સેન્સ લેશે. બપોરે 12 વાગ્યાથી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત નિરીક્ષકોના નામો અને મોબાઈલ નંબર ગુપ્ત રખાયા છે. સૌપ્રથમ ‌સયાજીગંજ બેઠક‌ પર ઉમેદવારોના સેન્સ લેવાશે. સયાજીગંજ બાદ અકોટા અને રાવપુરા વિધાનસભાના ટિકિટ દાવેદારોના સેન્સ લેવાશે. ત્યાર બાદ આવતીકાલે શહેર અને માજલપુર વિધાનસભાના ઉમેદવારોના સેન્સ લેવાશે.

Videos similaires