વરાછા બેઠકને લઇ કુમાર કાનાણીનું મોટું નિવેદન

2022-10-27 1

સુરતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વરાછા બેઠક પર ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત કમલમ ખાતે હીરા ઉદ્યોગ સંગઠનોએ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાને ટિકિટ આપવા માંગ કરી હતી. ત્યારે વરાછા બેઠકને લઇ કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે માત્ર ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે જે અંગે તેઓ હાઇકમાન્ડ સમક્ષ પણ રજૂઆત કરશે. તેમણે જણાવ્યું કે ઉદ્યોગપતિઓએ ભાજપ માટે કંઇ કામ નથી કર્યું તો કોઇ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઇએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેને ટિકિટ ન અપાય. માત્ર ભાજપના કાર્યકરને જ ટિકિટ આપવામાં આવે એવી માંગ કરી હતી.

Videos similaires