ગીર જંગલમાં દિવાળીને લઈ ગેરકાયદેસર સિંહદર્શન રોકવા વન વિભાગ દ્વારા રેડ એલર્ટ

2022-10-27 664

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા ગીરમાં સૌથી વધારે છે. ત્યારે ધારી ગીર પૂર્વ અને ખાંભા વન વિભાગ સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારને લઈ સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે. તહેવારને લઈ બહારથી આવતા લોકો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં લાઈન શો કે સિંહોની પજવણી ન કરે તેમજ જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેની તકેદારીરૂપે વન વિભાગ કામ કરશે તેમજ વન વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગીરની તમામ ચેકપોસ્ટ અને નાકા પર વન વિભાગનો સ્ટાફ હાજર રહી સતત ફેરણા કરશે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરશે.

Videos similaires