જુનાગઢના માળીયા હાટીનામાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. સિગખોળ અને ફોતરી ભરેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આગના આ બનાવમાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલ અને પોલીસ તેમજ રાજકીય આગેવાનોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આગ કયા કારણથી લાગી એ હજુ જાણવા મળ્યું નથી.