ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. દિવાળી પેહલાં જ રાજ્યના અનેક આઇપીએસની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ તેમજ આઇજી સંદીપ સિંહની બદલી થતાં નવા રેન્જ આઇજી તરીકે અશોક યાદવે ચાર્જ સંભાળ્યો છે. નવા વર્ષના દિવસે જ રેન્જ આઇજી તરીકે અશોક યાદવે ચાર્જ સંભાળતાં પત્રકાર પરિષદ પણ યોજી હતી. અશોક યાદવ પાસે 5 જિલ્લાની જવાબદારી રહેશે. જેમાં મોરબી, રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરની તમામ હદની જવાબદારી હવે તેમને સંભાળવાની રહેશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સામાન્ય માણસ રેન્જ ઓફિસમાં કોઇ પણ સમયે ફોન કરી શકે છે. દરિયા સુરક્ષા માટે પણ પોલીસ કટિબંધ છે. ડ્રગ્સ મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.