ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા 27મી ઓક્ટોબર ગુરૂવારથી ભાજપમાં 182 મતક્ષેત્રોમાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. નિરીક્ષકોના ત્રણ દિવસના પ્રવાસો બાદ 7મી નવેમ્બર અર્થાત દેવદેવાળી બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં સ્ક્રુટિની થયા બાદ આ વખતે ત્રણને બદલે પાંચ ઉમેદવારોના નામોની પેનલ નેશનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.