પ્રકાશનું પર્વ દિવાળી તહેવારને લઈ જામનગરમાં ખરીદીનો માહોલ બરાબર જામ્યો છે. જામનગરમાં ફટાકડા, મીઠાઈ ઉપરાંત પ્રખ્યાત મુખવાસની પણ લોકો ભારે ખરીદી કરે છે. બજારમાં મુખવાસની માંગ વધી છે. જામનગરની બજારોમાં અલગ-અલગ 152 પ્રકારની વેરાયટીનો મુખવાસ મળે છે. આ વર્ષે ભાવવધારો થયો હોવા છતાં પણ લોકો મુખવાસની ધૂમ ખરીદી કરતા જોવા મળ્યા હતા.