દિવાળી પર બસમાં પ્રગટાવ્યો દીવો, આગ લાગતાં 2નાં મોત

2022-10-25 1,015

ઝારખંડમાં દિવાળીની રાત્રે રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ ખાતે એક કરુણ ઘટના સર્જાઇ હતી. અહીં દિવાળીની રાત્રે મૂનલાઇટ નામની બસમાં આગ લાગી ગઇ હતી જેમાં બસના કંડકટર અને ડ્રાઇવરનું મોત થયું હતું. બંને મૃતકો બસમાં સૂઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ મદન મહતો અને ઇબ્રાહિમના રૂપમાં થઇ છે. ઘટના મોડી રાત્રે સર્જાઇ હતી.