અમદાવાદના સાણંદ તાલુકાના અણદેજ ગામમાં મારામારીની ઘટના સામે આવી હતી. આ મારામારી ફટાકડા ફોડવા બાબતે થઈ હોવાનું સામે આવ્યું છે. અણદેજ ગામમાં સરપંચ, સરપંચના પુત્ર સહિત 4 લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હતો. આ હુમલામાં સરપંચના પુત્ર સહિત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે સરપંચ હબીબ કુરેશીએ ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસે રાયોટિંગ, મારામારી સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.