રાજ્યમાં લાભ પાંચમથી વિવિધ પેદાશોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, રાજ્યના 50 સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ૬૨ હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૯૦ દિવસ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં મગફળીની રૂ.5,850 પ્રતિ ક્વિંટલના ભાવે ખરીદી કરાશે.