વડોદરામાં ફરી એક વાર કોમી અથડામણ થઇ છે. જેમાં પાણીગેટ મુસ્લિમ હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઇ હતી. તેમાં દુકાનો અને વાહનોને આગ ચંપી
કરવામાં આવી હતી. તથા પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંદાજે 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.