ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારે મહાઆરતીના હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ કર્યા દર્શન

2022-10-24 94

અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં નગરદેવીની વહેલી સવારે મહાઆરતી યોજાઈ હતી. આ આરતીના હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. કાળી ચૌદશ નિમિતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. બપોર બાદ મંદિરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આજે રાત્રે 10 વાગ્યાથી સૂર્યગ્રહણના લીધે મંદિર બંધ રહેશે. જ્યારે આવતીકાલે આખો દિવસ મંદિર બંધ રહેશે.