ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા 17 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નીરજ બડગુજરને બઢતી સાથે અમદાવાદના સેક્ટર-1માં એડિ. કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ખુરશી અહેમદને ADGP પ્લાનિંગ ગાંધીનગરમાં નિમણૂંક કરવામાં આવી છે.