વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચી ગયા હતા. તેઓએ અહીં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ અવસર પર પીએમ મોદીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું છે કે તેમનો પરિવાર સેનાના જવાન છે, તેમને તેમની સાથે દિવાળી મનાવવાનું પસંદ છે.
સૈનિકો માટે દિવાળીનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું કે વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થવો જોઈએ અને પછી તેની ઉજવણી કરવી જોઈએ. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. દિવ્ય વિજય કર્યો હતો.