રેલવેની અપૂરતી વ્યવસ્થાને કારણે મુસાફરો અટવાયા

2022-10-23 244

વતનમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા જતાં મુસાફરો સુરતના રેલવે સ્ટેશન પર જ અટવાઈ ગયા છે. ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેન પર બેસીને જવા મજબૂર બન્યા છે. સુરતમાં ઉત્તર ભારતીયના પરપ્રાંતીઓની ખૂબ જ મોટી વસ્તી છે. દિવાળી પર્વ પર તેઓ પરિવાર સાથે પોતાના વતન જવા માટે જતા હોય છે. ત્યારે આ વર્ષે ઉધના રેલ્વે સ્ટેશન પર ઉત્તર ભારતીય મુસાફરોની અંધાધૂંધી જોવા મળી હતી.