સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંગદાન કરનાર પરિવારની મુલાકાત લીધી હતી. 20 તારીખે હજીરા વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ સારવાર દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. યુવક બ્રેઇન ડેડ થતાં પરીવારજનોએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંગદાન કરનાર પરિવારની સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને આ નિર્ણયની સરાહના કરી હતી.