સિવિલ હોસ્પિટલમાં અંગદાનની થીમ પર દિવાળીની ઉજવણી કરાશે

2022-10-23 46

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરાશે. સિવિલમાં 1200 દર્દીઓ રંગેચંગે દિવાળીની ઉજવણી કરશે. સિવિલમાં દાખલ દર્દીઓ સાથે સ્ટાફ તૈનાત રહશે. ઇમરજન્સી વિભાગમાં 250 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેશે. દાઝી જવાના અને એક્સિડન્ટ કેસ માટે સ્પેશિયલ વ્યવસ્થાઓ ઊભી કરાઇ. સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર હાજર રહેશે. પ્લાન A અને પ્લાન B એમ એક્શન પ્લાન તૈયાર કરાયા. સિવિલ હોસ્પિટલમાં આ વર્ષે અંગદાનની થીમ પર દિવાળીની ઉજવણી કરાશે. દરેક વોર્ડમાં રંગોળી અને લાઈટિંગ કરાશે.