લખનઉ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર- બસ અથડાતા 4ના મોત

2022-10-23 91

આ દુર્ઘટનામાં 45 મુસાફરો ઘાયલ થયા, 4ના મોત થયા
ઉત્તર પ્રદેશના સૈફઈમાં લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અહીં એક બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 45 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બસ યુપીના ગોરખપુરથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. ડમ્પરમાં રેતી ભરવામાં આવી હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે 2.30 કલાકે થયો હતો.

Videos similaires