આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી કોઈ પક્ષ સાથે નહીં પરંતુ સરકાર સામે લડવાની છે. તેમણે જણાવ્યું હતું કે બેરોજગારી, મોંઘવારી, બેકારી, જીએસટી અને નોટબંધીને લીધે પ્રજાને પડેલી હાલાકી જેવા મુદ્દાઓને ધ્યાને લઈ ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પોસણક્ષમ ટેકાના ભાવ, વિજળી અને પાક વિમા જેવા મુદ્દાઓને ધ્યાને લઈ કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતની પ્રજા સરકારથી કંટાળી ગઈ હોવાથી કોંગ્રેસ 125 બેઠકો સાથે સરકાર બવાવશે તેઓ આશાવાદ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ વ્યક્ત કર્યો હતો.