વાપીમાં નાણાં મંત્રીએ 100 કરોડથી વધુના કામોનું ઉદ્ઘાટન તેમજ ખાતમુહૂર્ત કર્યું

2022-10-22 104

ચૂંટણી પહેલાં વાપીમાં નાણાં મંત્રીએ લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવી વિકાસના અનેક કામોનું ઉદઘાટન તેમજ ખાતમુહૂર્ત કરીને વાપી વાસીઓને દિવાળીની ભેટ આપી છે. કરોડોના કામ વાપીને મળતા વિકાસની હરણફાળ ભરશે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી વિકાસની ગાડીએ ગતિ પકડી છે. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી બનતા જ વલસાડ જિલ્લાના અટકેલા કામને વેગ મળ્યો છે. લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો તો વરસાદી પાણીના ભરાવાને લઈ નિરાકરણ આવ્યું છે. આજરોજ પણ નાણાં મંત્રીએ 100 કરોડથી વધુના કામોનું ઉદ્ઘાટન તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. અંડરપાસ અને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થતાં વાપીની સૌથી મોટી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.

Videos similaires