PM મોદી આજે 75000 યુવાનોને રોજગારી માટેના નિમણૂંક પત્રો આપશે અને સાથે જ વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત પણ કરશે. આ સિવાય 2 નવેમ્બરે સ્નેહ મિલન કાર્યક્રમમાં પીએમ મોદી કાર્યકરોને સંબોધશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી 6 દિવસના ગુજરાતના પ્રવાસે રહેશે. વલસાડ, બનાસકાંઠા સોમનાથની પણ મુલાકાત લેશે. આ સિવાય તેઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી પણ કરશે. આ સિવાય ગાંધીનગરમાં દિવાળી પહેલા 24 ડીઈઓ અને ડીપીઈઓની બદલી કરી દેવામાં આવી છે. મોરબીમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે અને એક બાળકને અડફેટે લીધું હતું. આ સહિતના તમામ મહત્વના સમાચાર.