અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર અહીં સિયાંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે. હેલિકોપ્ટરે લોઅર સિયાંગ જિલ્લાના લિકાબાલીથી ઉડાન ભરી હતી અને તેમાં 2 પાઈલટ સહિત 5 લોકો સવાર હતા. આર્મીનું હેલિકોપ્ટર રુદ્ર થયું હતું ક્રેશ. 4 મૃતદેહો મળી આવ્યા, 1ની શોધખોળ ચાલુ. જૂન 2015માં હેલિકોપ્ટરને સેનામાં સામેલ કરાયું હતું. ટેકનિકલ કે મિકેનિકલ ખામી સર્જાઇ હોવાની શક્યતા. સેના દ્વારા કરવામાં આવશે ઘટનાની તપાસ.