એલન મસ્ક જો ટ્વિટર ખરીદશે તો 75000 કર્મચારીઓની છટણી કરશે

2022-10-21 396

એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક બનશે તો ટ્વિટરના મોટાભાગના કર્ચમારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવ્યા મુજબ મસ્કે ટ્વિટર ખરીદવા માટે પોતાના સંભવિત રોકાણકારોને કહ્યું છે કે તેઓ ટ્વિટર હસ્તગત કરશે તો ટ્વિટરના 75000 કર્મચારીઓની છટણી કરશે. આ સંખ્યા કદાચ 75 ટકા કર્મચારી બરોબર થાય છે. વોશિંગ્ટન પોસ્ટે કેટલાક દસ્તાવેજ અને અજ્ઞાત સૂત્રોને ટાંકતાં જણાવ્યું છે કે કંપનીમાં આવનારા મહિનાઓમાં મોટા પાયે છટણીની આશંકા છે. તેમાં ટોચના અધિકારીઓથી માંડીને નાના કર્મચારીનો સમાવેશ થાય છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટ્વિટર તેમ જ મસ્કના એટર્ની એલેક્સ સ્પિરોના પ્રતિનિધિએ આ અહેવાલ સંબંધે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે દરમિયાન ટ્વિટરે પોતાના કર્મચારીઓ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે કર્મચારીઓની છટણીની કોઈ યોજના નથી. ટ્વિટરના જનરલ કાઉન્સેલ સીન એડગેટે કર્મચારીઓને ઇ-મેલ કરીને જાણ કરી છે કે કંપની છટણીની કોઈ યોજના ધરાવતી નથી.

Videos similaires