ભારતે સૌથી નાની અને સૌથી હળવી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

2022-10-21 457

ભારતે ન્યૂ જનરેશન ન્યુક્લિયર કેપેબલ બેલેસ્ટિક મિસાઇલ 'અગ્નિ પ્રાઇમ'નું શુક્રવારે ઓડિશાના દરિયામાં સફળ પરીક્ષણ કર્યું. ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ 'અગ્નિ પ્રાઇમ' મિસાઇલનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું. અગાઉના બે પરીક્ષણ ગત વર્ષે જૂન અને ડિસેમ્બરમાં હાથ ધરાયા હતા. જમીન પરથી જમીન પર પ્રહાર કરતી આ મિસાઇલ અગ્નિ શ્રોણીની મિસાઇલોમાં સૌથી નાની અને સૌથી હળવી છે. તેની રેન્જ 1,000થી 2,00 કિ.મી.ની છે. તે ડીઆરડીઓએ ડિઝાઇન અને ડેવલપ કરી છે. નવી ગાઇડન્સ-પ્રપલ્શન સિસ્ટમ ધરાવતી 'અગ્નિ પ્રાઇમ'નું વજન અગ્નિ-૩ મિસાઇલથી અડધું છે.

Videos similaires